અમરેલી પંથકમાં વરસાદ બાદ પાકને નુકશાન

admin
1 Min Read

રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા વધારે મહેરબાન થયા છે અને અત્યાર સુધીમાં 140 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. આસો મહિનામાં પણ વરસાદ પડી રહ્યો છે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. જ્યારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યુ છે.  અમરેલીના ધારી, સાવરકુંડલા, બગસરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. બગસરાના માવજીજવા ગામે એક રહેણાંક મકાન પર વીજળી પડી હોવાની પણ ઘટના સામે આવી હતી. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નહતી. જ્યારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધારીના ચલાલા-ગોપાલગ્રામ વચ્ચે ધોધમાર વરસાદથી રોડ પાણી પાણી થઈ ગયા હતા. ચલાલાના પરબડી, ગરમલી, મોરજર ગામમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ધોધમાર વરસાદ ખાબકતાં ખેડૂતોના ઉભા મોલને નુકસાન જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

Share This Article