નવસારીમાં વાસદાના કુકડા ગામે પ્રેમીપંખીડાનો આપઘાત

admin
1 Min Read

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કુકડા ખાતે પ્રેમીપંખીડાઓએ અગમ્ય કારણોસર ઝાડ પર એકસાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સનસનાટી ફેલાય જવા પામી છે.પ્રાપ્ત માહિતી અનુસાર વાંસદા તાલુકાના કુકડા ગામની એક સગીરા નવરાત્રીનો સમયગાળો હોઈ ગરબા રમવા માટે બાજુના ફળિયામાં જ ગઈ હતી પરંતુ તે મોડે સુધી પરત નહીં ફરતા તેની શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહતો.ત્યારે કુકડા ગામે સ્મશાનથી તોરણીયા ડુંગર જતા રસ્તાની બાજુમાં આવેલ ઝાડ પર ગળે ફાંસો ખાધેલ હાલતમાં સગીરાની લાશ મળી આવી હતી.આ સગીરા સાથે અન્ય એક યુવક પણ જોડે જ એક જ ઝાડ પર ફાંસો ખાધો હતો.જે યુવક તપાસ દરમિયાન અંકિત નાયકા હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારે આ બન્ને વચ્ચે પ્રેમસબન્ધ હોવાનું લોકો જણાવી રહ્યા છે ત્યારે આ બન્ને યુવક-યુવતી કયા કારણસર જીવન નો અંત લાવી દીધો તે હજી બહાર આવ્યું નથી ત્યારે વાંસદા પોલીસ આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

Share This Article