પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ લાવવા માટે પદયાત્રા

admin
1 Min Read

સ્વર્ણ ભારત પીપલ ફોર હ્યુમિનિટી એનિમલ્સ એન્ડ એનવાયર્મેન્ટ સંસ્થા દ્વારા સેવ વોટર તેમજ પર્યાવરણની સુરક્ષાનો સંદેશો આપતી પદયાત્રા કાઢી હતી. પદયાત્રામાં સ્કૂલના વિદ્યાર્થીઓ પ્લે કાર્ડ, પોસ્ટર્સ અને બેનર્સ સાથે જોડાયા હતા. સવારે ગાંધીનગર ગૃહ ખાતેથી શરૂ થયેલી પદયાત્રાએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. વિશ્વમાં બદલાઇ રહેલા ઋતુ ચક્ર તેમજ પર્યાવરણ અંગે વર્તમાન પેઢી જાગૃત થાય તેવા આશય સાથે પદયાત્રા કાઢવામાં આવી હતી. વર્તમાન પેઢી પાણીનો બચાવ કરે તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવે અને તેનું જતન કરે તે જરૂરી છે. આવનારા સમયમાં પાણી અને પર્યાવરણની જાણવળી કરવા માટે અત્યારથી જાગૃત નહીં થઇએ તો ગંભીર સ્થિતી સર્જાશે, ત્યારે આવતીકાલનું ભવિષ્ય મનાતા વિદ્યાર્થીઓમાં પાણી બચાવો અને પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતી લાવવા માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ગૃહ ખાતેથી શરૂ થયેલી પદયાત્રા રાવપુરા રોડ, કોઠી ચાર રસ્તા થઇ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. અને જિલ્લા કલેક્ટરને પાણી બચાવો અને પર્યાવરણની સુરક્ષા અંગે જાગૃતિ લાવવા અને કડક કાયદા બનાવવા માટે રજૂઆત કરી હતી.

Share This Article