શિનોરના માલસર ગામે જોવા મળ્યો અજગર

admin
1 Min Read

વડોદરાના શિનોર તાલુકાના માલસર ગામે મહાકાય કદ ધરાવતો અજગર જોવા મળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આ અંગેની જાણ થતા જીવદયાની ટીમ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મળતી માહિતી મુજબ, સાડા સાત ફૂટ લંબાઈ ધરાવતો મહાકાય અજગર માલસગરના અસા – માલસર બ્રિજનું નવનિર્માણ કરી રહેલ એસ.પી.સિંગલા કંટ્રક્શન પી.વી.ટી.એલ.ટી.ડીના રહેણાંક ક્વાર્ટરના બગીચા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો.  કન્ટ્રક્શન પી.વી.ટી.એલ.ટી.ડી.ના સ્ટાફના માણસોના રહેણાંક ક્વાર્ટર પાસે એક સાડા સાત ફૂટ લંબાઈ ધરાવતો અજગર નજરે પડતા સ્ટાફના માણસોમાં ડરનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.જેથી તેઓએ માલસર ગામના જીવદયાની ટીમને આ અંગે જાણ કરી હતી. જેથી જીવદયાના યુવાનોએ ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરીને તેને સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો.

 

Share This Article