સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ડાન્સ કરતી ચીયરલીડરની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેના હાથ પર પ્લાસ્ટર કાસ્ટ હોવા છતાં સારું પ્રદર્શન કરવા બદલ લોકોએ BCCI અને IPLની ટીકા કરી છે. તો બીજી બાજુ નેટીઝન્સએ આ તસ્વિત પ્રત્યે તેમના પ્રામાણિક મંતવ્યો શેર કર્યા હતા.
ચીયરલીડર ઇજાગ્રસ્ત હાથ સાથે પ્રદર્શન કરે છે
— Out Of Context Cricket (@GemsOfCricket) May 15, 2023
શરમજનક
One cheerleader arm is fractured but BCCI and IPL authorities want her to cheer for SRH.
Such a shame. #GTvsSRH pic.twitter.com/Q55kAX6fpq
— Rowan 𝕏 (@JustLikeGon) May 15, 2023
સોમવાર, 15 મેના રોજ IPL 2023માં ગુજરાત ટાઇટન્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ દરમિયાન એક ચીયરલીડર સ્લિંગમાં એક હાથ હોવા છતાં પ્રદર્શન કરતો જોવા મળે છે. કેટલાક નેટીઝન્સે પ્રશ્ન ઉઠાવ્યો કે શું તે ‘સમર્પણ કે જવાબદારી’ છે. અન્ય લોકોએ તેના હાથ પર પ્લાસ્ટર કાસ્ટ હોવા છતાં સારું પ્રદર્શન કરવા બદલ BCCI અને IPLની ટીકા કરી છે.
જણાવી દઈએ એક ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રને હરાવ્યું. આ જીત સાથે ગુજરાત પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ગુજરાતની ટીમ 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આ સાથે જ હૈદરાબાદની ટીમ આ હાર સાથે પ્લેઓફની રેસમાંથી બહાર થનારી બીજી ટીમ બની ગઈ છે. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ માત્ર 154 રન જ બનાવી શકી હતી અને મેચ હારી ગઈ હતી.