અમરેશ્વર નર્મદા કેનાલમાં એમ્બુલન્સ અને કાર ખાબકી

admin
1 Min Read

શિનોરના સેગવા – રાજપીપળા જવાના મુખ્ય સ્ટેટ હાઈવે પર સેગવા ગામ પાસેથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચ નર્મદા કેનાલમા છેલ્લા 12 કલાકમાં આઈટેન ગાડી અને એબ્યુલન્સ ખાબકતા એક મહિલાનું મોત નીપજ્યું છે. તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા મળતી માહિતી મુજબ,. શિનોરના સેગવા ગામ પાસેથી પસાર થતા વડોદરા – રાજપીપળા જવાના મુખ્ય સ્ટેટ હાઈવે પર અમરેશ્વર બ્રાન્ચ નર્મદા કેનાલ પાસે વળાંક પાસે છેલ્લા 12 કલાકમાં એબ્યુલન્સ અને આઈ ટેન ગાડી નર્મદા કેનાલમાં ખાબકતા એકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ડભોઇ પ્રમુખસ્વામી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ રસ્તો ૨૪ કલાક પ્રવાસીઓના વાહનોની અવર જવરથી ધમધમતો હોવા છતાં સેગવા ગામ પાસેથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચની નર્મદા કેનાલ પાસેનો વળાંક સાંકડો તેમજ ભયજનક હોવાથી વર્ષમાં અદાજીત ૧૦થી વધુ અકસ્માત સર્જાયા છે. જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં નાગોર તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામા પોઢી ગયું હોય તેમ આળસુમય બનીને દુઃખદ ઘટનાઓને નજરઅંદાજ કરતા હોય તેમ લોકોના જીવ સાથે ચેડા કરતું હોય તેમ દેખાઈ રહ્યું છે

 

Share This Article