આરોગ્ય વિભાગે બિગબાસ્કેટમાં ચેકિંગ કર્યુ

admin
1 Min Read

એક વ્યક્તિને બિગબાસ્કેટ ઉપરથી ઑનલાઇન શોપિંગ કરવાનું ભારે પડી ગયું હતું. જોકે, અગાઉ પણ આ વેબસાઇટ સામે અખાદ્ય વસ્તુઓ વેચવાની ફરિયાદ ઉઠી હતી. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય વિભાગની એક ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી આરોગ્ય વિભાગના અધિકારીઓને અખાદ્ય ચીજવસ્તુઓ બનળી હતી. એટલું જ નહીં બિગ બાસ્કેટના સ્ટોરમાંથી ઇયળો નીકળી હોવાનું પણ માલુમ પડ્યું હતું. અધિકારીઓ દ્વારા વિવિધ ચીજ વસ્તુઓ ઉપર શંકા જતા ટીમ દ્વારા સેમ્પલ લીધા હતા. અને અખાદ્ય ચીજવસ્તુઓ મળતા આરોગ્ય વિભાગ દ્વારા બિગ બાસ્કેટના સ્ટોર માલિકને સાત દિવસની નોટીસ આપી હતી. મળતી માહિતી પ્રમાણે ઑનલાઇન શૉપિંગ પૉર્ટલની અમદાવાદના સરખેજ ખાતે આવેલા સ્ટોર પર અખાદ્ય ચીજ વસ્તુઓ વેચવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠી હતી. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સરખેજ ખાતે આવેલા સ્ટોર ઉપર ચેકિંગ હાથધર્યું હતું. આરોગ્ય વિભાગની ટીમને ચેકિંગ દરમિયાન સ્ટોરમાં ઇયળો ફરતી નજરે ચડી હતી. સાથે જ અખાદ્ય ચીજવસ્તુઓ પણ મળી આવી હતી. આરોગ્ય વિભાગને પનીર, તેલ જેવી અખાધ્ય વસ્તુઓ મળી આવી હતી.

 

Share This Article