રાહુલ ગાંધી સુરત કોર્ટમાં થયા હાજર

admin
1 Min Read

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના પર લાગેલા બદનક્ષીના કેસમાં ગુરુવારે કોર્ટમાં હાજરી આપવા માટે સુરત પહોંચ્યા હતા. રાહુલ ગાંધી સુરતના એરપોર્ટ પર 10 વાગે પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રસના કાર્યકર્તાઓએ હાજર રહી તેમનું સ્વાગત કર્યું હતું. ઉપરાંત એરપોર્ટથી કોર્ટ સુધીના માર્ગ પર 7 અલગ અલગ જગ્યાએ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ બેંગલુરુના એક ગામની સભામાં બધા મોદી ચોર છે તેવું કહ્યું હતું જે બાદ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમના પર કેસ દાખલ કરાવ્યો હતો.

જેના કારણે સુરત કોર્ટમાં તેની સુનાવણી ભાગરુપે રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. કોર્ટમા તેમને પુછવામાં આવ્યું હતું કે તમને ગુનો મંજૂર છે કે ના મંજૂર ત્યારે તેમણે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો અને મને આ ગુનો ના મંજૂર છે તેવું કહ્યું હતું. સાથે જ આગામી સુનાવણીમાં કોર્ટમાં હાજર ન રહેવા માટે મંજૂરી પણ મેળવી હતી. હવે આ મામલે આગામી 10 ડિસેમ્બરે સુનાવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સુરત બાદ 11મી ઓકટોબરે અમદાવાદની એક કોર્ટમાં હાજરી આપશે.

 

Share This Article