દોઢ મહિના પહેલા ગુમ થયેલ બિઝનેસમેનની 40 દિવસ પછી નાળાની પાઈપમાંથી મળી આવી લાશ

Jignesh Bhai
4 Min Read

અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં સુરેશ મહાજન ગુમ થવા અંગેની જાણ કરવામાં આવે છે. નરોડા પોલીસે સુરેશની શોધખોળ માટે તપાસ હાથ ધરતાં સુરેશ મહાજન સાથે અન્ય ત્રણ ઈસમ પણ હોવાની શંકા ગઈ. સુરેશ સાથે કામ કરતા ત્રણ શખસ પણ એપ્રિલ મહિનાથી ગુમ હતા, જેમના ફોન અવારનવાર ચાલુ બંધ થતા હતા.

‘પ્રી-પ્લાન મુજબ, આ ક્રેટા અરવિંદ ચલાવી રહ્યો હતો અને તેની બાજુની સીટમાં રણજિત કુશવાહ બેઠો હતો.’નરોડાથી નીકળેલી કાર પ્રતિ કિલો મીટર 50થી 60ની સ્પીડે રાજસ્થાન તરફ આગળ વધી રહી હતી. કારમાં બેઠેલા બીજા લોકો કરતાં સુરેશભાઈને પ્લાનિંગ મુજબ વધારે દારૂ પિવડાવવામાં આવ્યો હતો.

જ્યારે કાર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ઊભી રહી હતી અને કારમાં સવાર રણજિત કુશવાહ, અનુજ, સૂરજ અને અરવિંદ એમ ચારેય લોકો ફ્રેશ થવા માટે કાર બહાર નીકળ્યા. જોકે એ સમયે સુરેશ મહાજન કારમાં પાછળની સીટ પર બેઠા રહ્યા, ત્યારે ડ્રાઇવરની બાજુમાં બેઠેલા રણજિત કુશવાહે કારની સીટ પાછળ ખસેડી હતી, જેથી સુરેશભાઈના હાથ અને પગ હલી શકે એમ ન હતા. એ સમયે કારની પાછળની સીટ પર બેઠેલા અનુજ અને સૂરજે પોતાની પાસે સંતાડેલી હથોડી બહાર કાઢીને સુરેશભાઈના માથામાં ફટકા મારવાનું શરૂ કરી દીધું, જેથી સુરેશભાઈ ત્યાં જ બેભાન થઈ ગયા.એવું ચારેય શખસને લાગ્યું હતું. ત્યાર બાદ આગળની સીટમાં બેઠેલા રણજિતે સુરેશનું 15થી 20 મિનિટ સુધી ગળું દબાવી રાખ્યું અને ત્યાર બાદ તેમને અંદાજ આવ્યો કે હવે સુરેશભાઈનું મોત થઈ ગયું હતું.

‘આ સમયે કાર અરવિંદ ચલાવી રહ્યો હતો અને કાર ઉદયપુર તરફ આગળ વધી અને લાશનો નિકાલ કરવા માટે ચારેય શખસ અનેક આઇડિયા અંગે વિચાર કરતા હતા. જ્યાંથી થોડે જ દૂર કાર સાઈડમાં ઊભી રાખીને સુરેશની લાશને ઢસડીને રસ્તા નીચેથી પસાર થતા બોગદાની અંદર પાઇપમાં લાશને નાખી સંતાડી દીધી. સુરેશ મહાજનની લાશ નાળા નંબર 341 / 1 નીચે નાખી દીધી હતી.

‘ત્યાર પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જાણ થાય છે કે આ બધામાંથી એક આરોપી બિહારના નક્સલી વિસ્તારમાં છુપાયેલો છે, પણ તેનું ચોક્કસ લોકેશન પોલીસને મળતું ન હતું. પોલીસ ધીમે ધીમે તેના સુધી પહોંચવા માગતી હતી અને અમદાવાદથી ક્રાઈમ બ્રાન્ચના PSI વિજયસિંહ, કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ નાગરાજ ભાઈ અને PSI પી.એચ. જાડેજા બિહાર જવા માટે નીકળ્યા. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ બિહાર પહોંચ્યા બાદ આરોપી ક્યાં સંતાયો છે? એ સૌથી મોટો સવાલ હતો.

આ દરમિયાન એક ઘરની અંદર અરવિંદ છુપાયેલો હતો. જેથી પોલીસે દરવાજો ખખડાવ્યો તો સામે અરવિંદ ઊભો હતો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અરવિંદને ખેંચીને ગાડીમાં બેસાડી દીધો અને ગાડી સીધી જ અમદાવાદ આવવા નીકળી ગઈ.’

‘ક્રાઇમ બ્રાન્ચે અરવિંદની પૂછપરછ હાથ ધરતાં અરવિંદ પોપટની જેમ બોલવા લાગ્યો કે તેના શેઠ રણજિત કુશવાહે તેને હત્યા કરતી વખતે સાથે રાખ્યો હતો અને બધાને બિહારમાં ઉતારીને તે જતો રહ્યો હતો

રાજસ્થાનમાં એક જગ્યા પર આવીને અરવિંદ કહેતો હતો કે ‘આટલામાં લાશ પડી છે.’ આમ છતાં નક્કર કડી મળતી ન હતી. રાતના સમયે પોલીસ એક જગ્યાએ પહોંચી ત્યાં નાળા નંબર 341/1 હતો જ્યાં થોડી દુર્ગંધ આવી રહી હતી. પોલીસે ત્યાં જઈને ટોર્ચ મારી તો સુરેશની સડી ગયેલી લાશ મળી આવી . 21 એપ્રિલે ગુમ થયેલા સુરેશ મહાજનની લાશ 31 મેના રોજ એટલે કે 40 દિવસ બાદ મળી આવી.’

Share This Article