વડોદરા : ડભોઈમાં નાળું ધોવાતા લોકો પરેશાન

admin
1 Min Read

ડભોઇના છેવાડામાં નગરની હદ ઉપર મોર્ડન ફાર્મ વિસ્તાર આવેલ છે. વિસ્તારમાં આશરે 300 ઉપરાંત પરીવારો જેમાં શ્રમજીવીઓપશુપાલકો તેમજ આદિવાસી છાત્રાલયમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવા રોજ બરોજ ડભોઇ કામ અર્થે આવતા હોય છે પણ જ્યારે ગામના મુખ્ય પ્રવેશ સમાન નાળુ ભારે વરસાદના ધોવાણ સાથે ધોવાઈ જતાં હોય છે ત્યારે તે વિસ્તારમાં પ્રવેશ કરવા ધોવાણવાળા નાળા માઠી પસાર થવાનો વારો આવી રહ્યો છે. જ્યારે વિસ્તારમાં વસતા પશુપાલકો રબારી સમાજના લોકોને  નગરમાં દૂધની ફેરી કરવા વાહન લઈ આવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. એક વર્ષ પૂર્વે બનેલ રોડ અને નાળુ વરસાદી પાણી વિસ્તારના રહીશો માટે આશીર્વાદ સમાન હતું પણ ધોવાઈ જવાને કારણે સગર્ભા મહિલાઓ કે અન્ય કોઈ ઈમરજન્સી કેસના દર્દીઓને 108 કે પછી અન્ય કોઈ વાહન વિસ્તારમાં પ્રવેશ કરી શકતા નથી. જેને કારણે મોટી જાનહાની થવાનો પણ ભય સેવાઇ રહ્યો છે. વહીવટી તંત્ર બાબતે ત્વરીત પગલાં લઈ નાળાનું સમાર કામ વહેલી તકે કરાવે તેવી વિસ્તારના રહીશોની માંગ છે.

Share This Article