વસ્ત્રાલ શહેરમાં ગત મોડી રાત્રે અકસ્માતના બે બનાવો બન્યા હતા. જેમાં પોતાની પુત્રી સાથે રોડ ક્રોસ કરી રહેલી એક મહિલાને કાર ચાલકે ટક્કર મારી હતી. જેમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને તેની પુત્રી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જ્યારે બીજા બનાવમાં એક કાર મેટ્રો ટ્રેનના બ્રિજના પિલર સાથે પલટી મારી ગઈ હતી. પોલીસે બંને અકસ્માત અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફરાર કાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના પૂર્વ વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ સામે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં વસ્ત્રાલના ગજાનંદ 189માં રહેતા રેખાબેન પંચાલ તેમની પુત્રી સાથે રોડ ક્રોસ કરી રહ્યા હતા. પંચાલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેની પુત્રી ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે ખેસડાવા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે ફરાર ચાલકને ઝડપી લેવા પ્રયાસો શરૂ કર્યા છે.
મેટ્રો સ્ટેશનના થાંભલા સાથેની કાર
મૃતક રેખાબેન પંચાલ નજીકમાં જ રહેતા હોવાથી સોસાયટીના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા કાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. વસ્ત્રાલ વિસ્તારમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનની નીચે પુરપાટ ઝડપે આવી રહેલી કાર મેટ્રો સ્ટેશનના થાંભલા સાથે અથડાઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત અન્ય ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. કારની સ્પીડ કેટલી હતી, અંદર બેઠેલા લોકો નશામાં હતા કે નહીં, પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ મોડી રાત્રે બનેલા બે બનાવને પગલે ત્યાંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.
