શિયાળો હોય કે ઉનાળો, ચોરીનો ખતરો તો એવો જ રહે છે, ત્યારે ડીગ્રી કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓએ કીમતી ચીજવસ્તુઓ સહિતની સલામતી માટે ડીજીટલ આધુનિક લોકરની શોધ કરીને સફળ શોધ કરી છે.
લોકરમાં રાખેલ દાગીના, જમીનના દસ્તાવેજો અને બીજી ઘણી બધી કિંમતી વસ્તુઓની ચોરી થવાના ભયને કારણે વ્યક્તિ શારીરિક રીતે ગમે ત્યાં હોય, પરંતુ મન તિજોરીમાં જ રહે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જ્ઞાનમંજરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના 6ઠ્ઠા સેમેસ્ટરના ડિગ્રી કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓ ગુંજન હીરાણી, પ્રાંજલ ચૌહાણ, જીલ સરલિયા, કનુભાઈ ભમ્મર અને પ્રજ્ઞાનોશ કનોજીયે પ્રો. પ્રણાલી ડી.ચોક્સીના માર્ગદર્શન હેઠળ અત્યંત આધુનિક ડિજિટલ લોકર બનાવવામાં આવ્યું છે. આ ડિજી લોકરમાં બે લેયર પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. જેમાં પ્રથમ સિક્યોરિટી એવી છે કે જ્યારે તમે લોકરની અંદર પાસવર્ડ નાખો છો, જો પાસવર્ડ સાચો હશે, તો જ તમને ફિંગરપ્રિન્ટ નાખવાની મંજૂરી આપવામાં આવશે, અન્યથા, સાવચેતી તરીકે, એલાર્મ વાગશે અને બીજી સુરક્ષા એ છે કે જ્યારે તમે લોકરની અંદર સાચી ફિંગરપ્રિન્ટ દાખલ કરો છો, ત્યારે લોકર ખુલશે અને લોકરની અંદર ફિંગરપ્રિન્ટ મૂકશે. મોશન સેન્સર લોકરની અંદરની હિલચાલને શોધી કાઢશે અને જે વ્યક્તિનો મોબાઇલ ફોન લોકર સાથે જોડાયેલ છે તેને એક સંદેશ પ્રાપ્ત થશે કે Tamaru લોકર ખોલવા આવો અને ઘરથી દૂર કોઈપણ જગ્યાએ બેસીને આ અંગે જાણ થશે. આ ઉપરાંત આ લોકરની અંદર એક લેસર પણ ફીટ કરવામાં આવ્યું છે જેથી જો કોઈ વ્યક્તિ લોકર ખોલવાનો કે બળજબરીથી તોડવાનો પ્રયાસ કરે તો લેસર તેને તરત જ ઓળખી લેશે અને એલાર્મ વાગશે. આ તમામ કામ અંદર ફીટ કરેલ Arduino સર્કિટ દ્વારા કરવામાં આવે છે અને જે વાયર અને પાવર બેંક દ્વારા જોડાયેલ છે. આ ડિજી લોકરનો ઉપયોગ બેંક, ઓફિસ, જ્વેલરી શો રૂમમાં સામાન્ય લોકરની જગ્યાએ કરી શકાય છે, જેથી બેંકમાં રાખવામાં આવેલી કિંમતી ચીજવસ્તુઓ અને દાગીનાને વધુ સુરક્ષિત કરી શકાય.
