જ્યારે ભગવાન જન્નાથની રથયાત્રા દરિયાપુર શહેરમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક એક મકાનની બાલ્કનીનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 31 લોકો ઘાયલ થયા છે.આ ઘટનામાં મુખ્યમંત્રીએ મૃતકોના પરિવાર તેમજ ઘાયલોને સહાયની જાહેરાત કરી છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર ઘરની બાલ્કની તૂટવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. રાજ્ય સરકાર મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપશે.
અમદાવાદમાં ભગવાન શ્રી જન્નાથજીની રથયાત્રાના રૂટ પર એક મકાનની બાલ્કની તૂટવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. રાજ્ય સરકારે મૃતકના પરિવારને રૂ. 4 લાખ તેમજ…
અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર મકાનની બાલ્કની તૂટવાની ઘટના ખૂબ દુઃખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ તેમજ…
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 20, 2023
અમદાવાદમાં મંગળવારે 146મી રથયાત્રા દરમિયાન દરિયાપુરના કડિયાનાકા વિસ્તારમાં બપોરે 3.30 વાગ્યાની આસપાસ એક મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો.આ ઘટનાને પગલે નાની-મોટી ઈજાઓ સાથે 31 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વસ્ત્રાલાલથી રથયાત્રા નિહાળેલા 35 વર્ષીય યુવકને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું.સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલા દર્દીઓ પૈકી સાત દર્દીઓની ઉંમર 13 વર્ષ છે જ્યારે 24 દર્દીઓની ઉંમર 13 વર્ષથી વધુ છે. એક દર્દીની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે. ઇજાગ્રસ્તોને અસ્થિભંગ ઉપરાંત છાતી અને કરોડરજ્જુમાં પણ ઇજાઓ થઇ છે.
દરિયાપુરના કડિયાનાકા વિસ્તારમાં મકાનનો સ્લેબ ધરાશાયી થયા બાદ સ્થાનિક રહીશોમાં મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન એસ્ટેટ વિભાગ તરફથી ખતરનાક ઈમારત અંગે ચર્ચા સાંભળવા મળી હતી. રથયાત્રા પૂર્વે એસ્ટેટ વિભાગ દ્વારા મધ્ય ઝોનના ખાડિયા-1, 48, ખાડિયા-2, 132, જમાલપુરમા-10, શાહીબાગમા-9, શાહપુરમાં ચાર અને ચાર સહિત વિવિધ વોર્ડમાં 287 જોખમી મકાનો તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. દરિયાપુર વોર્ડમાં 84. દરિયાપુર વોર્ડમાં 84 મકાનો જોખમી હોવાની સૂચના અપાઈ હતી.આ મકાનો બાબતે તંત્રએ કોઈ ભૂલ કરી છે કે કેમ? આ બાબત સ્થાનિક રહીશોમાં ચર્ચાનો વિષય બની હતી.
