અમરેલીના બગસરા તાલુકા પંચાયત ખાતે ” જીલ્લા પંચાયત આપનાં દ્વારે ” અંતર્ગત જીલ્લા પંચાયત પ્રમુખ વાઘેલાની ઉપસ્થિતમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો. આ લોક દરબારમાં દરેક ગામના સરપંચ તેમજ અરજદારોએ વિવિધ પ્રશ્રનોની રજુઆત કરી હતી. તેમજ હાલ 70 ટકા લોકોના પ્રશ્નનો સ્થળ પર જ નિકાલ થતાં અરજદારોમાં ખુશી જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, અમરેલીના બગસરા તાલુકા પંચાયત ખાતે ” જીલ્લા પંચાયત આપનાં દ્વારે ” અંતર્ગત જીલ્લા પંચાયત અમરેલીના પ્રમુખ રવજીભાઈ વાઘેલાની અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં દરેક ગામના સરપંચ તેમજ અરજદારોએ વિવિધ પ્રશ્રનોની રજુઆત કરી હતી. હાલ દરેક વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં અરજદારોએ પોતાના વિવિધ પ્રશ્નો રજુ કર્યા હતા. ઉપસ્થિતિ લોકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ અરજદારોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -