શહેરમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. વાહન ચાલકોની ઉતાવળને કારણે અનેક જીવો ગયા છે. ત્યારે શહેરના પરિમલ ગાર્ડન પાસેના અંડરબ્રિજ પરથી એક યુવક વાહન લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન તે વાહનનું સંતુલન ગુમાવતા નીચે પડી ગયો હતો અને પાછળથી આવતી કાર તેના માથા પર પડતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ટોળાને વિખેરી યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ સમગ્ર ઘટના અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.