શહેરમાં મહાનગરપાલિકાના જૂના સ્લમ ક્વાર્ટર બ્લોકની ગેલેરીનો એક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. પહેલા એક સામાન્ય ભાગ તૂટી પડ્યો, પછી આખી ગેલેરી પડી ગઈ. શરૂઆતમાં લોકોએ ધ્યાન આપ્યું ન હતું પરંતુ બાદમાં લોકો દોડવા લાગ્યા હતા.ઉપરના માળે રહેતા રહીશોના ઘરમાંથી બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ જતાં ફાયર બ્રિગેડની ટીમે પાછળથી લોકોને બચાવી લીધા હતા અને તમામનો જીવ બચાવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે 30 લોકોને બચાવી લીધા હતા. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
અમદાવાદના મણિનગર વિસ્તારમાં ઉત્તમ નગર ગાર્ડન પાસે 40 વર્ષ જૂના મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ માળના સ્લમ ક્વાર્ટરમાં 15 થી 20 જેટલા પરિવારો રહેતા હતા. આજે સવારે સાડા છ વાગ્યાની આસપાસ બીજા માળની ગેલેરીનો એક ભાગ થોડો ક્ષતિગ્રસ્ત થયો હતો. થોડો અવાજ સાંભળીને લોકો બહાર આવ્યા. પણ ખાસ કંઈ બન્યું નથી એમ માનીને તેઓએ ધ્યાન આપ્યું નહીં. પરંતુ અચાનક 10-15 મિનિટ બાદ બીજા અને ત્રીજા માળની ગેલેરીનો આખો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. ગેલેરીનો એક ભાગ ધરાશાયી થવાને કારણે લોકો ઘરની બહાર નીકળી શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતાં મણિનગર અને જશોદાનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમે મકાનનો પાછળનો ભાગ તોડીને બીજા અને ત્રીજા માળે રહેતા રહીશોને બચાવી લીધા હતા. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની મદદથી નાના બાળકો અને વૃદ્ધો સહિત કુલ 30 લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. હાલ ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ઉત્તમ નગર સ્લમ ક્વાર્ટર ખાલી કરાવવામાં આવ્યું છે. એસ્ટેટ વિભાગ દ્વારા અગાઉ નોટિસો આપવામાં આવી હોવા છતાં રહીશોએ મકાનો ખાલી કર્યા ન હતા.
