પાકિસ્તાનની સરહદ ગુજરાતના કચ્છને અડીને આવેલી છે. આ સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા સતત કડક દેખરેખ રાખવામાં આવે છે, જ્યારે સામેની બાજુ પાકિસ્તાની રેન્જર્સની દેખરેખ હેઠળ છે. ત્યારે ગઈકાલે બકરીદ 2023ના અવસર પર ભારતના BSF જવાનોએ પાકિસ્તાનના મરીનને મીઠાઈ ખવડાવીને શુભેચ્છા પાઠવી હતી. સામાન્ય રીતે, આવી શુભેચ્છા મુલાકાત BSF અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે થાય છે, પરંતુ પહેલીવાર, પાકિસ્તાનના મરીનને BSF દ્વારા મીઠાઈ આપીને આવકારવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે બંને તરફથી જઈને એકબીજા પર ગોળીબારની ઘણી ઘટનાઓ બનતી હોય છે, જો કે ઈતિહાસમાં બંને પક્ષોએ તહેવારો પર એકબીજાને શુભેચ્છા પાઠવી હોય તેવી ઘણી ઘટનાઓ બની છે, પરંતુ સામાન્ય રીતે આ શુભેચ્છાઓ BSF અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે હોય છે. પરંતુ બકરી ઈદના અવસર પર બીએસએફ અને પાકિસ્તાન મરીન વચ્ચે ક્રીક બોર્ડર પર શુભેચ્છા બેઠક ઈતિહાસમાં પ્રથમ વખત બની છે.
બીએસએફ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ કચ્છની ક્રીક બોર્ડર પર બકરી ઈદ નિમિત્તે બીએસએફ દ્વારા પાકિસ્તાની મરીનને મીઠાઈ આપવામાં આવી હતી અને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત ઈદ નિમિત્તે ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારો બાડમેર, ગરનાર, મુન્નાબાવ, સોમરાર અને કેલનોરમાં બીએસએફ દ્વારા ભારત અને પાકિસ્તાનની સરહદ પર પાકિસ્તાની રેન્જર્સને મીઠાઈ ખવડાવીને શુભેચ્છા પાઠવી હતી.
