સરકાર દ્વારા જૂન મહિનાના જીએસટી કલેક્શનના આંકડા જારી કરવામાં આવ્યા છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જૂન મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન 12 ટકા વધીને 1.61 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે.
સરકારી ડેટા અનુસાર, જૂન 2023માં 1,61,497 કરોડ રૂપિયાના GST કલેક્શનમાં CGST (CGST) રૂપિયા 31,013 કરોડ રહ્યો છે. જ્યારે SGST (SGST) રૂ. 38,292 કરોડ અને IGST (IGST) રૂ. 80,292 કરોડ (આમાં 39,035 માલની આયાતમાંથી એકત્ર કરવામાં આવ્યો છે). જણાવી દઈએ કે, જૂન 2023માં સેસ કલેક્શન 11,900 કરોડ રૂપિયા હતું.
છ વર્ષ પહેલા 1 જુલાઈ, 2017 ના રોજ GST ટેક્સ સિસ્ટમ અમલમાં આવી ત્યારથી ચોથી વખત ગ્રોસ ટેક્સ કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને પાર કરી ગયું છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે 2021-22, 2022-23 અને 2023-24 ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માટે સરેરાશ માસિક GST કલેક્શન અનુક્રમે રૂ. 1.10 લાખ કરોડ, રૂ. 1.51 લાખ કરોડ અને રૂ. 1.69 લાખ કરોડ છે.
Gross GST revenue collected in the month of June 2023 is Rs 1,61,497 crore; records 12% year-on-year growth: Ministry of Finance pic.twitter.com/oJEt2ROg0G
— ANI (@ANI) July 1, 2023
સમીક્ષા હેઠળના મહિના દરમિયાન સ્થાનિક વ્યવહારો (સેવાઓની આયાત સહિત)ની આવકમાં વાર્ષિક ધોરણે 18 ટકાનો વધારો થયો છે. અગાઉ એપ્રિલમાં GST રેવન્યુ કલેક્શન રૂ. 1.87 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. મે મહિનામાં તે 1.57 લાખ કરોડ રૂપિયા હતો.
