હિમાચલના કુલ્લુપાસે ખીણમાં ખાબકી બસ, 20થી વધુ લોકોના મોત, 30 લોકો ઘાયલ

admin
1 Min Read

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરૂવારે એક ખાનગી બસ 500 ફુટ ઊંડી ખાઈમાં ખાબકી છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 25 યાત્રિકોના મોત નિપજ્યાં છે. જ્યારે કે 35થી વધુ લોકો ગંભીર છે. પોલીસ અને તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે. દુર્ઘટના કુલ્લુમાં બંજર વિસ્તારની પાસે ભેઉટ ટર્ન પાસે થઈ છે. બસ કુલ્લુ જિલ્લાનાં બંજારથી એક કિલોમીટર આગળ ભિયોઠ નજીક 500 ફુટ ઉંડી ખાઇમાં ખાબકી હતી. બસ કુલ્લુથી ગાડાગુશૈણી તરફ જઇ રહી હતી. જેમાં આશરે 40-50 લોકો બેઠેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ખાઇથી ઘાયલોને કાઢવા માટે પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળ પર પહોંચી ચુકી છે. જો કે નદીમાં ધસમસતું પાણી વહી રહ્યું હોવાનાં કારણે બચાવ કાર્યમાં અડચણ આવી રહી છે. સ્થાનિકોની મદદથી રાહત અને બચાવ અભિયાન હાથ ધરાયુ હતું.

Share This Article