અમદાવાદના મીઠાખળીમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક બાળકી સહિત ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તે તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. તેમજ મકાનમાં દટાયેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તેમની ઓળખ વિનોદ તરીકે થઈ છે.
અમદાવાદ શહેરના મીઠાખળી ગામે આજે વહેલી સવારે એક જુનું ત્રણ માળનું મકાન ધરાશાયી થતા પાંચ લોકો મળી આવ્યા હતા. એક નાની બાળકી સહિત ચાર લોકોને સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર કાઢ્યા હતા અને 108 મારફતે સારવાર માટે નજીકની સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, એસવીપી હોસ્પિટલમાં સારવાર પહેલા તેમને ખર્ચ જણાવવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે વ્યક્તિ દીઠ સીટી સ્કેન સહિતનો ખર્ચ 8 હજાર રૂપિયા અને ચાર વ્યક્તિનો કુલ ખર્ચ 24 હજાર રૂપિયા થશે. આ પરિવારના સભ્યો આટલી મોટી રકમ તાત્કાલિક ચૂકવી શકે તેમ ન હોવાથી તેઓ સારવાર વિના પરત ફર્યા હતા. એક તરફ SVP હોસ્પિટલને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે હોસ્પિટલ તરીકે બોલાવીને શરૂ કરવામાં આવી હતી, પરંતુ સારવાર આપવાના બદલે પૈસા આપી દેવાતા હોસ્પિટલ તંત્ર સામે સવાલો ઉભા થયા છે.
