જીએનએ ગાંધીનગર: 2600 વિદ્યાસહાયકોની ભરતી અનુસંધાને માન. શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં ઉમેદવાર જિલ્લા પસંદગી કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવા આપવામાં આવેલી જાહેરાતના અનુસંધાને આજથી ઉમેદવાર જિલ્લા પસંદગી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ – સેક્ટર 20, ગાંધીનગર ખાતે માન. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રથમ જિલ્લા પસંદગીનો હુકમ એનાયત કરી શુભેચ્છા પાઠવી.
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવવા માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ કટિબદ્ધ છે
