ડીસામાં પ્લાસ્ટિક મુક્ત રેલીનું આયોજન

admin
1 Min Read

ભારતના પ્રધાનમંત્રીએ દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની છેડેલી ઝુંબેશને પગલે ડીસા નગરપાલિકા દ્વારા ડીસા ખાતે પ્લાસ્ટિક અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા નગરપાલિકાએ ડીસામાં લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંદ કરવા અને પ્લાસ્ટિક અંગે જાગૃતિ લાવવા રેલીનું આયોજન કર્યું હતું.. ડીસા નગરપાલિકા કચેરીથી પ્રસ્થાન થયેલી રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને લોકોને પ્લાસ્ટિકના સંભવિત નુકશાન અંગે સમજણ આપી હતી.. ઉપરાંત શહેરમાં ધંધો રોજગાર ચલાવતા લોકોને પણ પ્લાસ્ટિક વાપરવા માટે અપીલ કરી હતી.. ડીસા નગરપાલિકા કચેરીથી પ્રસ્થાન થયેલી રેલી શહેરમાં આવેલી નાસ્તાની લારીઓ પર પહોંચીને સ્વચ્છતા જાળવવા માટે પણ તાકીદ કરી હતી.. રેલી દરમ્યાન ડીસા શહેરમાં નાસ્તાની લારી વાળાઓ કે જે નિયમોનું પાલન કરતાં હોય તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરી હતી.

Share This Article