કરજણ નજીક આવેલી જિંદાલ કંપની સામે આવેલા ઓવરબ્રિજ પરથી બુલેટ મોટરસાઇકલ લઇને પસાર થઇ રહેલા અભરા ગામના યુવકની બુલેટ મોટરસાઈકલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા બ્રિજ પરથી નીચે પટકાયેલા યુવાનનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના અભરા ગામનો દિપકસિંહ રણજીતસિંહ પરમાર જે ટીબા કંપનીમાં નોકરી કરતો હતો. જે ગુરુવારે રાત્રીના જિંદાલ કંપની સામે આવેલા બ્રિજ પરથી બુલેટ મોટરસાયકલ પર સવાર થઇ પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે બુલેટ મોટર સાઇકલને ટક્કર મારતા મોટરસાઇકલ બ્રિજની રેલિંગ સાથે અડીને પડી ગઈ હતી જ્યારે દિપકસિંહ બ્રિજ પરથી ત્રીસ ફુટ નીચે પટકાતા તેનું કરૂણ મોત નીપજવા પામ્યું હતું. કરજણ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
