ગેરકાયદેસર રકમ ઉઘરાવતો કઠલાલ પોલીસનો વીડિયો વાઇરલ

admin
1 Min Read

સરકાર દ્વારા મસમોટા કરવેરા વસુલવામાં આવી રહ્યા છે. જ્યારે પોલીસકર્મીઓ ખુલ્લેઆમ હપ્તાવસૂલી કરી રહ્યા છે. એક વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ટ્રાફિક પોલીસના કર્મચારીઓનો વધુ એક પૈસા ઉઘરાવતો વીડિયો વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઠલાલ પોલીસના માણસો વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવે છે. લાડવેલ પરથી અનેકવાર વધુ પેસેન્જરો ભરી વાહનો પસાર થતા હોય છે. આવા વાહનોને રોકીને પોલીસ પૈસા ઉઘરાવે છે. તો હાલમાં જ આવો એક બનાવ સામે આવ્યો છે. લાડવેલ ચેક પોસ્ટ પર ઉભી રહેતી પોલીસે વધુ પેસેન્જર ભરીને જતા વાહન ચાલકો પાસેથી અધધ ગેરકાયદેસર રકમ ઉઘરાવી છે.

એક સાહસિક માણસે આ નાણા લેતા ઘટનાનો વીડિયો બનાવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. અને કહ્યું છે કે પોલીસના આવા કામથી જ તેઓ બદનામ થાય છે. તો શું હવે ખેડા SP દ્વારા કોઈ પગલા ભરવામાં આવશે કે નહીં તે જોવાનું રહેશે.

Share This Article