સુરત, ભટાર પાસે આવેલ પંજાબી ધાભા પર જમવા આવેલા 11 નબીરાઓ ને નસાની હાલત માં પોલીસે પકડી લીધી છે. મોડી રાત્રે ભટાર રોડ પર આવેલા પંજાબી ધાભા પર જમવા આવેલા પીધેલા યુવકો બુમાં-બુમ કરી રહ્યા હતા. જેથી આજુબાજુ રહેતા લોકોએ પોલીસ ને જાણ કરી હતી.પોલીસ ને ફોન મળતા પોલીસ ભટાર પંજાબી ધાભા પર પહોંચી 11 જેટલા નબીરાઓ ને પીધેલી હાલતમાં પકડી લીધા હતા.પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટાર રોડ પર કાપડિયા વાડી પાસે આવેલા બત્રા શાને પંજાબી ધાભા નામની રેસ્ટોરન્ટમાં જમવા આવેલા યુવકો બુમબરાડા કરતા હોવાનો ફોન આસપાસ રહેતા લોકોએ કરી પોલીસ ને જાણ કરી હતી. પોલીસે રેસ્ટોરન્ટ પર દરોડો પાડતા 11 જેટલા નબીરાઓ પીધેલી હાલતમાં પકડાયા હતા ,પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -