અમદાવાદમાં વધુ એક અકસ્માત: એલિસબ્રિજ પર કારે ટક્કર મારતા બાઇક સવારનું મોત

Jignesh Bhai
1 Min Read

અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ અમદાવાદના એલિસબ્રિજ ખાતે ગઈકાલે રાત્રે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે. બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બાજુ અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ વધુ એક યુવકનું અકસ્માતમાં મોત થયું છે. જાણવા મળ્યા મુજબ, ગત રાત્રે જમાલપુર વિસ્તારનો સાહિલ અજમેરી નામનો યુવક બાઇક લઇને અમદાવાદના એલિસબ્રિજ પાસેથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન અચાનક એક બેફામ ચાલકે બાઇકને ટક્કર મારતાં તેનું ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું.

નોંધનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર તાત્યા પટેલ નામના વ્યક્તિએ જગુઆર કાર બેફામ ઝડપે હંકારીને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. બાદમાં મણિનગર સહિત અનેક વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. દરમિયાન શહેરના એલિસબ્રિજ ખાતે અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. આ તરફ અકસ્માત સર્જીને ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

Share This Article