કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય જનતા માટે સમયાંતરે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. હવે સરકારે ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના 1 સપ્ટેમ્બરે 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બહાર પાડવામાં આવશે. આ સરકારી યોજના દ્વારા, તમે મોબાઈલ એપ પર બિલ અપલોડ કરીને 10,000 રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીના રોકડ ઈનામો જીતી શકો છો.
કયા રાજ્યોમાં આ યોજના શરૂ થશે?
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ કહ્યું છે કે આ યોજનાનો હેતુ લોકોને દર વખતે ખરીદી કરતી વખતે બિલ માંગવા માટે પ્રેરિત કરવાનો છે. તે આસામ, ગુજરાત અને હરિયાણા, પુડુચેરી, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીમાં શરૂ થશે.
CBICએ માહિતી આપી હતી
CBICએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે GST બિલ ‘અપલોડ’ કરીને લોકો રોકડ પુરસ્કાર મેળવી શકે છે.
વધુમાં વધુ 25 બિલ અપલોડ કરી શકાશે
‘માય બિલ મેરા અધિકાર’ એપ iOS અને Android બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. એપ પર અપલોડ કરવામાં આવેલ ‘ઈનવોઈસ’માં વિક્રેતાનો GSTIN, ઈન્વોઈસ નંબર, ચૂકવેલ રકમ અને ટેક્સની રકમ હોવી જોઈએ. એક વ્યક્તિ એક મહિનામાં વધુમાં વધુ 25 બિલ ‘અપલોડ’ કરી શકે છે, જેનું ન્યૂનતમ મૂલ્ય 200 રૂપિયા હોવું જોઈએ.
Mera Bill Mera Adhikaar Scheme!
👉 Launch from States of Haryana, Assam, Gujarat & UTs of Dadra & Nagar Haveli, Daman & Diu & Puducherry on 01/09/23.
👉Invoice incentive scheme which allows you to earn cash prizes on upload of GST Invoices.#Mera_Bill_Mera_Adhikaar pic.twitter.com/oswI6Afl5M
— CBIC (@cbic_india) August 22, 2023
