કેદારનાથ મહાદેવના મંદીરમાં શ્રાવણના સોમવારે હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટયું

admin
1 Min Read

દાહોદ નજીક ચોસાલા ગામમાં આવેલુ એતિહાસીક ભગવાન શિવનું મંદીર કે જ્યાં દિવસ રાત બારેમાસ કુદરતી ઝરણુ વહેતુ રહે છે જમીનની ગુફામાં આવેલુ અને સુંદર વાતાવરણમાં બિરાજમાન ભગવાન મહાદેવના મંદીરે દરરોજ મોટી સંખ્યામાં ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના શીવજીના ભક્તો પોતાની મનોકામનાઓ લઈને આવતા રહે છે ત્યારે હાલમાં શિવજીને પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ત્યારે દાહોદ શહેરથી દસ કીલો મીટર દુર ચોસાલા ગામ નજીક આવેલા કેદારનાથ મંદીરે  ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હતું જેમા દાહોદ જીલ્લાના તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદી વિસ્તારના શ્રદ્ધાલુઓ પણ કેદારનાથ ખાતે બિરાજમાન ભગવાન મહાદેવની આરતી કરવા માટે પોતાની શ્રદ્ધા મુજબ આવયા હતા. વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી ત્યારે દાહોદના સરહદી વિસ્તારના મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરના શ્રદ્ધાલુઓએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેના દર્શન કરી શિવ ભક્તોએ હર હર મહાદેવનો નાદ ગુંજવી મંદિર-પરિસરનું વાતાવરણ શિવમય બનાવી દીધું હતું

Share This Article