લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીને ફરી લૉન્ચ કરવા માટેના કોંગ્રેસના પ્રયાસો સતત ચાલુ છે. આ માટે તેઓ ક્યારેક ખેડૂતોની વચ્ચે જાય છે તો ક્યારેક બાઇક રિપેર કરતા મેકેનિકો પાસે પહોંચી જાય છે. હવે તેઓ કુલીઓ સાથે જોવા મળ્યા. જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ફરતાં થયાં છે. કોંગ્રેસને આશા હતી કે આ ફોટા-વીડિયોથી સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની વાહવાહી થશે પણ હંમેશની જેમ આ વખતે પણ તેમણે ટ્રોલ થવાનો જ વારો આવ્યો છે.
બન્યું એવું કે ગુરૂવારે (21 સપ્ટેમ્બર, 2023) વહેલી સવારે રાહુલ ગાંધી દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશને પહોંચી ગયા. અહીં તેમણે સ્ટેશને કામ કરતા કુલીઓ સાથે મુલાકાત કરી. તેમણે કુલીની ઓળખ સમાન લાલ ટીશર્ટ પણ પહેરી. ત્યાં સુધી તો બધું ઠીક રહ્યું પણ પછી તેમણે માથા પર એક બેગ ઉઠાવી લીધી. ત્યાં બાજી બગડી ગઈ! લોકોએ સોશિયલ મીડિયા પર રાહુલને ટ્રોલ કરવાના શરૂ કરી દીધા.
કારણ એ છે કે જે બેગ રાહુલ ગાંધીએ ઉઠાવી એ વ્હીલવાળી ટ્રોલી બેગ હતી. એટલે કે તેને માથે ઊંચકવાની કોઇ જરૂર નથી, તેને સરળતાથી ઘસડીને લઇ જઈ શકાય છે. તેમાં જે વ્હીલ આપવામાં આવ્યાં હોય તેનું કામ જ એ છે.
Viral video- Shri Rahul Gandhi became a coolie today at Delhi's Anand Vihar railway station pic.twitter.com/ilZspbawuG
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 21, 2023
ન્યૂઝ એજન્સ ANIએ એક વીડિયો X પર પોસ્ટ કર્યો છે, જેમાં રાહુલ ગાંધી કુલીઓ વચ્ચે જોવા મળે છે. ત્યારે જ અમુક કુલી રાહુલ ગાંધીના માથે એક ભૂરા રંગની બેગ મૂકી આપે છે, જેને રાહુલ ઉપાડી લે છે અને આગળ ચાલવા માંડે છે. આ સમયે આસપાસ ‘રાહુલ ગાંધી ઝિંદાબાદ..’ના નારા લાગતા સંભળાય છે.
બીજેપી નેતા અમિત માલવિયાએ રાહુલ ગાંધીની તસવીર ટ્વિટર પર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું કે તે સ્પષ્ટ છે કે તે છેલ્લા કેટલાક સમયથી કોઈ રેલ્વે સ્ટેશન પર ગયો નથી. તેઓ જાણતા નથી કે હવે મુસાફરો અને કુલીઓની સુવિધા માટે એસ્કેલેટર અથવા રેમ્પ છે. આ બધું ડ્રામા સિવાય બીજું કંઈ નથી.
Only someone as dumb as Rahul Gandhi would carry a suitcase on head when it has wheels… 🤦♂️
It is obvious he hasn’t been to a railway station off late… Several of them now have escalators or ramps for convenience of passengers and porters. All this is nothing but theatrics. pic.twitter.com/UVp7oyaGTG
— Amit Malviya (@amitmalviya) September 21, 2023
આ વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝરોએ રાહુલ ગાંધીની વ્હીલવાળી ટ્રોલી બેગનો ઉલ્લેખ કરીને લખ્યું કે, તેને આખરે શા માટે માથે ઊંચકવાની જરૂર પડે? એક અમિત સિંઘ રાજાવત નામના વ્યક્તિએ ટ્રોલી બેગ ખેંચીને લઇ જતા બાળકનો વીડિયો પોસ્ટ કર્યો અને કટાક્ષ કરીને લખ્યું કે, એક બાળકને પણ ખબર છે કે કઈ રીતે ટ્રોલી બેગ લઇ જવી!
Only can #RahulGandhi think of carrying a trolley bag on his head . Genius ! pic.twitter.com/ywHhA0TMD1
— Amitabh Chaudhary (@MithilaWaala) September 21, 2023
અમિતાભ ચૌધરીએ લખ્યું કે, ટ્રોલી બેગને માથે ઊંચકવાનું તો માત્ર રાહુલ ગાંધી જ વિચારી શકે!