The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, Aug 3, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > Navratri 2023 > Navratri History & Culture > Navratri culture 2023: નવરાત્રી અને માં અંબા સાથે જોડાયેલ છે ભવ્ય ઇતિહાસ! અહી નવરાત્રીની કઈક આમ થાય છે ઉજવણી
Navratri 2023Navratri History & Culture

Navratri culture 2023: નવરાત્રી અને માં અંબા સાથે જોડાયેલ છે ભવ્ય ઇતિહાસ! અહી નવરાત્રીની કઈક આમ થાય છે ઉજવણી

Jignesh Bhai
Last updated: 03/10/2023 11:30 AM
Jignesh Bhai
Share
SHARE

Navratri culture 2022: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે, જેનું નવરાત્રિ પર વિશેષ મહત્વ છે. ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો આવે છે. પાલનપુરથી આશરે 65 કિ.મી.ના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિ.મી. અને ગુજરાત-રાજસ્થાન સીમા નજીકના આબુરોડથી માત્ર 20 કિ.મી.નું અંતર ધરાવે છે. ”આરાસુરી અંબાજી” માતાજીના સ્થાનકમાં કોઇ પ્રતિમા અથવા ચિત્રની નહીં ‘શ્રી વિસાયંત્ર’ની પૂજા કરવામાં આવે છે.

અરવલ્લીની ગિરિમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી 1600 ફૂટની ઉંચાઈ પર આવેલ છે. ગબ્બરની ટોચે આવેલા અંબાજી મંદિરે જવા માટે 999 પગથિયાં ચડીને જઇ શકાય છે. માતા શ્રી આરાસુરી અંબિકાના નીજ મંદિરમાં રહેલા શ્રી વિસાયંત્રની સામે હંમેશા અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. ગબ્બરની નજીકમાં જ સનસેટ પોઇન્ટ છે, જ્યાંથી સૂયૉદય અને સયૉસ્તનો નજારો જોવા જેવો હોય છે. આ સિવાય પર્વતની ગુફા, માતાજીના ઝૂલા તથા રોપ-વે દ્વારા ટ્રિપની મજા માણવા જેવી હોય છે.

navratri-and-the-glorious-history-associated-with-amba

- Advertisement -

અંબાજી મંદિર નો ઇતિહાસ પ્રમાણે અંબાજી મંદિરમાં એવું માનવામાં આવે છે કે અહીં એક પથ્થર પર માતાના પગ ના નિશાન બનાવવામાં આવ્યા છે. અંબાજીના દર્શન કરીને ભક્તો ચોક્કસ ગબ્બર પર્વત પર જાય છે. ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે દેવીની પૂજા કરવામાં આવે છે અને અહીં મંદિરની બહાર અદ્ભુત મેળો લાગે છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડે છે ભાદરવી પૂનમના દિવસે લોકો દૂર-દૂરથી પગપાળા આવે છે. આ દિવસે અંબાજીનગર ને દિવાળીની જેમ રોશનીથી શણગારવામાં આવે છે.

પોષ મહિનાની પૂનમ જગતની જનની મા અંબાનો પ્રાગટ્યનો દિવસ છે. અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ એક રહસ્ય પણ ઘટના સમાન છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને જીવોને જીવવું દુષ્કર્મ બની ગયો હતો. માનવ જીવ પશુ પંખીઓ ભૂખે ટળવળતા હતા. ત્યારે બધાએ હૃદય પૂર્વક માતાજીને અર્તનાદ થી પ્રાર્થના કરી અને માતાજીને પ્રસન્ન કર્યા. માતાજીની કૃપા ઉતરીને, દુષ્કાળની ધરતી જે સુખી ભટ્ટ બની હતી. ત્યાં મા અંબાની કૃપાથી અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયા. બસ ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું હતું અને એટલે જ પોષ માસની આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.

- Advertisement -

navratri-and-the-glorious-history-associated-with-amba

બીજી એક કથા પ્રમાણે માં સીતાજીની શોધ કરતાં શ્રી રામ અને શ્રી લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. શ્રી રામ અને શ્રી લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી શ્રી રામે રાવણનો નાશ કર્યો. આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રૂક્મણિએ આ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે.

- Advertisement -

આ ઉપરાંત અન્ય એક દંતકથા મુજબ દક્ષ રાજાની પુત્રી સતી પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતા સત્ય પોતાની જાતને યજ્ઞ કુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકર એ સતિના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડત્ર નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ શરૂ કરી દીધું હતું દેવોની વિનંતી છે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાંઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા અને અલગ અલગ 51 શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે. તંત્ર ચુડામણીમાં આ બાવન મહાપીઠનો ઉલ્લેખ છે તે પૈકી આરાસુરીમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતા છે તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે.

અંબાજીમાં વર્ષે ચાર વખત નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જે પૈકી શરદ (આસો), વસંતિક (ચૈત્ર), મહા અને અષાઢમાં નવરાત્રી ઉજવાય છે, જેમાં શક્તિ સંપ્રદાયની રીત-રસમો અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે. શક્તિ સંપ્રદાય પ્રમાણે વસંતિક નવરાત્રીના તમામ આઠ દિવસ અને નવ રાત્રીનું વિશેષ મહત્વ છે, તેથી જ ચૈત્ર માસના પ્રથમ દિવસે ગર્ભ દીપના વાસણ ઉપર જ્વારા વાવીને ઉજવણીઓ શરૂ કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં શ્રધ્ધાળુઓ આ ગર્ભ દીપની ફરતે નૃત્ય કરે છે, તેમજ આરાસુરી અંબાજીના ગરબા ગાય છે.

- Advertisement -
- Advertisement -

navratri-and-the-glorious-history-associated-with-amba

છેલ્લાં 60 વર્ષથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન દિન-રાત જય અંબેમાં જય અંબેની અખંડ ધૂન ચાલે છે. દર વર્ષે ખાસ કરીને પૂનમના દિવસોએ અંબાજી માતાના મંદિરમાં ભાવિકભક્તોનો માનવ સાગર ઊમટી પડે છે. અંબાજી નગરમાં ગબ્બર પર્વતની ટોચે આવેલા અંબાજી માતાના મંદિરે નવા વિક્રમ સંવત વર્ષના પ્રારંભના પાંચ દિવસ (કારતક સુદ એકમથી પાંચમ) માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ પાંચેય દિવસ મંદિરમાં માતાજીના આશીર્વાદ મેળવવા કુલ 10થી 15 લાખ દર્શનાર્થીઓ આવે છે.

પોષ સુદ પૂનમના દિવસે અંબાજીમાં માતાજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. ચૈત્રી નવરાત્રીના દિવસોમાં અંબાજીમાં ભક્તિનો સાગર ઉમટી પડે છે. શ્રાવણ વદ તેરસ અને અમાસે ગુજરાતના વિવિધ ભાગમાંથી લોકો અંબાજીના દર્શન કરવા આવે છે. ભાદરવી પૂનમે અંબાજીમાં ભવ્ય મેળો યોજાય છે, જે ગુજરાતમાં યોજાતો સૌથી વિશાળ મેળો છે. આ મેળાના સહેલાણીઓની સંખ્યા સામાન્ય રીતે 20 લાખની રહેતી હોવાનો અંદાજ છે. આસો સુદ નવરાત્રીના નવ દિન મંદિરના ચાંચરચોકમાં ગરબા-રાસની રમઝટ જામે છે.

- Advertisement -

નવરાત્રિના આઠમા દિવસે અંબાજી મંદિરમાં દાંતા દરબાર મોટો યજ્ઞ કરે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સાથ અને સહકારથી અંબાજીનાં ધાર્મિક સંગઠનો દ્વારા જન્માષ્ટમી, દશેરા, અષાઢ સુદ બીજની રથયાત્રા જેવા પવિત્ર હિંદુ તહેવારો ધામધૂમપૂર્વક ઊજવવામાં આવે છે. અંબાજીમાં આવેલા શીતળામાતાના મંદિર પણ શીતળા સાતના દિવસે મેળો યોજાય છે.

You Might Also Like

શક્તિપર્વ નવરાત્રીમાં માં ભગવતીને દેશના શહીદો માટે બાલિકાઓએ પ્રાર્થના કરી

શું છે નવરાત્રીમાં દાંડિયાનો ઈતિહાસ?

રોટરી ક્લબ જમશેદપુરમાં વાઇબ્રન્ટ નવરાત્રીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

Navratri best street food : નવરાત્રીમાં ગરબા સાથે નાઇટ લાઇફ એન્જોય કરવા આ સ્ટ્રીટ ફૂડ કરો ટ્રાય

નવરાત્રી વ્રત રેસીપી: જો તમને ઉપવાસ દરમિયાન ખૂબ ભૂખ લાગે છે, તો સાબુદાણાની ખીચડી તૈયાર કરો અને ખાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

Navratri 2023Navratri History & Culture

નવરાત્રી શું છે અને શા માટે ઉજવીએ છીએ?

1 Min Read
Navratri 2023Famous Temples to Visit

નવરાત્રી વિશેષ: ભારતમાં દુર્ગા મંદિરોની અવશ્ય મુલાકાત લો

6 Min Read
Navratri 2023Navratri Celebration

નવરાત્રી 2023: હિન્દુ તહેવારના દરેક દિવસ માટે 9 રંગોળી ડિઝાઇન

2 Min Read
Navratri 2023Navratri Puja

નવરાત્રિના બીજા દિવસે કરવામાં આવે છે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો કેવી રીતે પડ્યું તેનું નામ

2 Min Read
Navratri 2023Navratri Puja

નવરાત્રિ દરમિયાન અખંડ દીવો શા માટે પ્રગટાવો? જાણો તેનું મહત્વ, લાભ, નિયમો, મંત્ર અને શુભ સમય

7 Min Read
Navratri 2023Navratri Celebrationનેશનલ

નવરાત્રી ઉજવણી: આ યુવાને રામ મંદિર, પીએમ મોદી, ચંદ્રયાન-3 દર્શાવતી 3-કિલોની પાઘડી બનાવી જુઓ વિડીયોમાં

1 Min Read
Navratri 2023Navratri History & Culture

નવરાત્રીનું મહત્વ: નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે?

3 Min Read
Navratri 2023Famous Temples to Visit

સોલ્ટ લેકની ટોચની 5 ભીડ ખેંચનાર દુર્ગા પૂજા

7 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel