સાવલી તાલુકાના લાંછનપુરા ગામે મહિસાગર નદીમાં વડોદરાથી નહાવા આવેલાં પાંચ મિત્રો પૈકી બે તણાઇ જતાં એકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બીજા યુવકની શોધખોળ ચાલુ છે. બપોરનાં સમયે વડોદરાથી પાંચથી છ મિત્રો બાઇક દ્વારા સાવલીના લાંછનપુરા ગામે મહિસાગર નદીમાં નહાવા આવ્યા હતાં. નદીના સ્વચ્છ પાણીમાં બે મિત્રો તણાવા લાગ્યા હતા. પોતાના મિત્રોને ડુબતાં જોઇને બૂમાબૂમ કરતાં સ્થાનિકો દોડી આવ્યા હતાં. બંને યુવકો પાણીમાં ગુમ થયા હતાં. સ્થાનિક તરવૈયાઓએ મૃતક અક્ષયકુમાર સંજયકુમાર કંદાર રહે. મહારાષ્ટ્ર હાલ રહે. ઝવેરનગર વાઘોડિયારોડ વડોદરાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જ્યારે અન્ય ડુબનાર ચેતન દીલીપભાઇ મોરપાણી હાલ રહે. ઝવેરનગર વાઘોડિયા રોડ વડોદરાની શોધખોળ આદરી સાવલી પોલીસે મૃતક અક્ષયની લાશનો કબજો લઇ પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે. અન્ય ડુબનાર યુવકની શોધખોળ માટે ફાયરબ્રીગેડની મદદ લેવાઇ છે. મરનારના મિત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ મરનાર બંને મહારાષ્ટ્રના વતની છે. હાલ વાધોડિયા રોડ ખાતે આવેલ એલએન્ડટીમાં ઇજનેર તરીકે ફરજ બજાવતાં હતાં. બંનેના ડુબી જવાના પગલે સમગ્ર વાતાવરણમાં ભારે ગમગીની પ્રસરી ગઇ હતી. મૃતકના મિત્રવર્તુળ કંઇ જ બોલવા તૈયાર ન હતાં. સાવલી પોલીસે અકસ્માતે મોત રજિસ્ટર કરી તપાસ હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
