રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામે રહેતાં ખેડૂતે ઓર્ગેનિક પધ્ધતિથી કેળાંનું વાવેતર કરી મબલક પાક મેળવીને લાખો રુપિયાની કમાણી કરી છે. છેલ્લા પાંચ વર્ષથી શૈલેષ વાછાણી નામના ખેડૂત પોતાના ખેતરમાં ઓર્ગેનિક પદ્ધતિથી કેળાનું વાવેતર કરી રહ્યા છે. વાવેતરો છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવેલ અને મબલક પાક મેળવીને લાખો રૂપિયાની કમાણી કરે છે. શૈલેષભાઈ વાછાણી તેમના ખેતરમાં લગભગ પાંચ વર્ષથી કોઈપણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર સંપુર્ણ ઓર્ગેનિક પધ્ધતિથી ગાયના છાણાંમાંથી બનાવેલ ઓર્ગેનિક ખેતી કરી કેળાંનું વાવેતર કરે છે. તેઓ ઓછાં ખર્ચથી વધું કમાણી કરે છે.. ધોરાજી તાલુકામાં લગભગ આ ભૂખી ગામે ઓર્ગેનિક પધ્ધતિથી કેળાંનું વાવેતર કરવામાં આવે છે અને અન્ય પાક જેવાં કે મગફળી, કપાસ તથા અન્ય પાકને નુકશાન થવાની શક્યતા રહે છે પણ કેળાંનાં વાવેતરમાં વધું જોખમ કે નુકશાન નથી થતું ત્યારે ભૂખી ગામે રહેતાં ખેડૂત એવાં શૈલેષભાઈ દ્વારા ઓર્ગેનિક પધ્ધતિથી કેળાંનું વાવેતર કરીને મબલક પાક મેળવીને લાખો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી છે. તેમજ તેમણે અન્ય ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે.