વડોદરા સાવલી પાસેથી પસાર થતી ખાખરીયા કેનાલ પાસેથી ગૌ તસ્કરી કરી રહેલા બે ઇસમો પૈકી એકને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક પોલીસને ચકમો આપી ફરાર થઇ જવામાં સફળ રહ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લા એલ સી બી ને બાતમી મળી હતી કે એક ઇન્ડિકા કારમાં ગૌ વંશ ભરી બે ઇસમો પસાર થવાના છે. પોલીસે બાતમીવાળી કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર પુરપાટ ઝડપે દોડાવતા પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી હતી. કારમાં સવાર બે ઇસમો પૈકી એક ફરાર થઇ જવામાં સફળ રહ્યો હતો. જ્યારે એક ઇસમ ઝડપાઇ જવા પામ્યો હતો. પોલીસે ઇન્ડિકા માઝા કારમાંથી ચાર ગૌ વંશને બચાવી લીધા હતા. કારમાં ક્રૂરતા પૂર્વક બાંધેલી ચાર ગૌ વંશને કતલખાને લઇ જવાઇ રહ્યા હોવાની પોલીસને માહિતી સાંપડી હતી. ઇજાગ્રસ્ત ગૌવંશની પોલીસે સારવાર કરાવી હતી. ગૌ વંશ ઝડપાયાની જાણ જીવદયા પ્રેમીઓને થતા આઘાતની લાગણી પ્રસરી જવા પામી હતી…
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
