અમરેલીમાં એકધાર્યો વરસાદ પડતા ઠેર-ઠેર રોડનું ધોવાણ થવા ઉપરાંત અમરેલીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા તો દરીયાના બેટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તો કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઝડપી પવન સાથે વરસાદ વરસતા અમરેલીના લાઠીના ધામેલ ગામમાં મફતપરા વિસ્તારમાં કાચુ મકાન ધરાશાયી થયુ હતું. જેના કારણે ભારે નુકશાન થવા પામ્યુ છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહતી. જેના કારણે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. મહત્વનું છે કે, અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામમાં વરસાદના કારણે કાચા મકાન ધરાશાયી થયાની પણ ઘટના સામે આવી છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના ધારી, રાજુલા, ચલાલા, બગસરા સહિતના ગામોમાં મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી ચુકી છે. ત્યારે સ્થાનિક લોકો તંત્રને આ માટે જવાબદાર ઠેરવી રહ્યા છે, કારણકે તંત્રએ ભારે વરસાદની આગાહી હોવા છતા અગમચેતીના કોઈ પગલા લીધા નહતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -