વડોદરાના તરસાલી બાયપાસ નજીક પેટ્રોલપંપની ઝાડીઓમાં મહાકાય મગર આવી પહોંચતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે સ્થળ પર પહોંચી સાડા સાત ફૂટ લાંબા મગરને ઝડપી પાડ્યો હતો. વડોદરા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમને માહિતી મળી હતી કે શહેર નજીકથી પસાર થતા હાઇવે પર તરસાલી બાયપાસ નજીક આવેલા પેટ્રોલપંપ પાસેની ઝાડીઓમાં એક મહાકાય મગર આવી પહોંચ્યો છે. જેના પગલે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ટીમના સભ્યોએ એક કલાકની ભારે જહેમત બાદ સાડા સાત ફૂટ લાંબા મગરને ઝડપી પાડી વન વિભાગને હવાલે કર્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
