મમતા અને રાહુલનો માસ્ટર પ્લાન

admin
1 Min Read

પશ્ચિમ બંગાળમા ભાજપને રોકવા માટે કોંગ્રેસ પક્ષ વર્ષ રાજયમા યોજાનારા વિધાનસભા ચુંટણીમા તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાણ કરે તેવી સંભાવના છે. જેને લઈને કોંગ્રેસે ટીએમસીના સીનીયર નેતાઓ સાથે ઔપચારિક વાતચીત શરુ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટીએમસી અધ્યક્ષ અને પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને ટીએમસીના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. પશ્વિમ બંગાળમાં ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેથી આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ટીએમસી સાથે આવી શકે છે.  ૨૦૦૯ની  લોકસભાની  ચૂંટણીમાં  ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન  થયુ  હતુ.  જોકે. બન્ને પાર્ટી ૨૦૧૩માં અલગ થઈ હતી. ત્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં પણ ટીએમસી અને કોંગ્રેસ અલગ-અલગ ચૂંટણી લડી હતી. જેથી પશ્વિમ બંગાળમાં ટીએમસીનુ મોટુ ધોવાણ થયુ હતુ. ત્યારે ફરીવાર  ટીએમસી અને કોંગ્રેસ પશ્વિમ બંગાળમાં હાથ મીલાવી શકે છે.

Share This Article