વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અચીસરા ગામ પાસેથી પસાર થતી સરદાર સરોવર નર્મદા કેનાલની મિયાંગામ બ્રાન્ચ કેનાલ પાસેથી પસાર થતો અચીસરા ભેખડા જવાના માર્ગ પર એક હ્યુન્ડાઇ કાર જી.જે. 23 એચ.1622 નંબરની કાર કોઈ કારણસર રસ્તાની બાજુમાં આવેલ ખાડામાં ખાબકી હોવાનો કોલ શિનોર પોલીસને કોઈ અજાણી રાહદારી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે શિનોર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર કે. એચ. બી હોલા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ખાડામાં ખાબકેલી કારમા છ જેટલા બકરાઓને સુરક્ષિત રીતે બચાવીને સાધલી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસને થતા તેઓ પણ તાત્કાલિક પહોંચી ગયા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
