બજાજ ચેતક નવા ઈલેક્ટ્રિક અવતારમાં થયું રજૂ , ઈકો મોડ પર 95 કિમી સુધી આપશે રેન્જ

admin
1 Min Read

બજાજ ઓટોએ પોતાના લેજન્ડરી સ્કૂટર ‘બજાજ ચેતક’ને એક નવા અવતારમાં રજૂ કર્યું છે. નવું ચેતક કંપનીનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર છે. બુધવારે આયોજિત ‘હમારા બજાજ’ ઈવેન્ટમાં ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર રજૂ કરવામાં આવ્યું છે. બજાજનું ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર ઈકો મોડમાં 95 કિલોમીટરની રેન્જ ઓફર કરશે. તો બીજી તરફ સ્પોર્ટ મોડમાં આ સ્કૂટર 85 કિલોમીટરની રેન્જ આપશે. યાને કે સિંગલ ફુલ ચાર્જમાં

આ સ્કૂટર આટલા કિલોમીટર સુધી દોડશે. ઈલેક્ટ્રિક સ્કૂટરમાં કેટલાંક પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યાં છે. બજાજ ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ફુલ્લી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હશે. સાથે સ્કૂટરમાં પ્રીમિયમ મોટરસાયકલની જેમ આગળ અને પાછળનાં વ્હીલ સાથે ફોર્ક પણ આપવામાં આવ્યાં છે. સ્કૂટરમાં કી-લેસ ઈગ્નિશન છે અને તે એપ દ્વારા ફુલ્લી ક્નેક્ટેડ હશે. સ્કૂટર 6 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.

સ્કૂટરમાં એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ જેવાં ફીચર્સ સામેલ છે. બજાજના ઈલેક્ટ્રિક સ્કૂટરનું પ્રોડક્શન કંપની મહારાષ્ટ્રના ચાકનમાં આવેલા  પ્લાન્ટમાં કરવા જઈ રહી છે. બજાજ ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર જાન્યુઆરી 2020માં લોન્ચ થશે અને કંપની ત્યારે તેની કિંમતની જાહેરાત કરશે. ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ફિક્સ્ડ ટાઈપ બેટરી હશે જે પોર્ટેબલ નથી.

Share This Article