ઘોરાડ પક્ષી પાકિસ્તાન જતુ રહ્યાનો ભય, ડીસેમ્બર 2018થી ગુમ છે ઘોરાડ પક્ષી

admin
1 Min Read

દુનિયામાં માત્ર ભારતમાં જોવા મળતા ઘોરાડ (ગ્રેટ ઈન્ડિય બસ્ટર્ડ) પક્ષીઓની મેટિંગ સીઝન આગામી મહિનામાં એટલે કે જુલાઈમાં પૂર્ણ થશે. ત્યારે હજુ પણ ગુજરાતના એકમાત્ર પુરુષ ઘોરાડ પક્ષીની કોઈ ભાળ નથી મળી રહી. અધિકારીઓને ડર છે કે ડિસેમ્બર 2018થી ગુમ થયેલ આ પક્ષી પાડોશી રાજ્ય રાજસ્થાન તરફ ઉડી ગયુ હોય તેમ લાગી રહ્યુ છે અથવા તો એવી પણ આશંકા છે કે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાન તરફ ચાલ્યુ ગયુ છે. ગુજરાતમાં હાલ ફક્ત 6 જ ઘોરાડ પક્ષીઓ વધ્યા છે જે તમામ માદા હોવાથી આ પક્ષીઓ લગભગ લુપ્ત થવાના આરે છે. કચ્છ(પશ્ચીમ) વન વિભાગના ડે. કન્ઝર્વેટર બી.જે. અસારીના જણાવ્યા મુજબ એકમાત્ર નર ઘોરાડ હજુ કિશોર અવસ્થામાં હતું પરંતુ તેના ગૂમ થયા પહેલા પોતે માદા ઘોરાડ સાથે સંભોગ માટે તૈયાર હોય તેવા સંકેતો આપ્યા હતા.

Share This Article