દેશમાં કોઈ પણ ચૂંટણીમાં મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતતા લાવવા ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. હાલ ગુજરાત વિધાનસભાની છ પેટાચુંટણી પર મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ અમરાઈવાડી બેઠક પર ચુંટણી યોજાઈ રહી છે, જેને લઈ વહેલી સવારથી મતદારો મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. જોકે, મતદાન જાગૃતિ માટે અમરાઈવાડીના એક સલૂન માલિકે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે અમરાઈવાડીના જય ભવાની હેર એન્ડ કેર સલૂનના માલિક દ્વારા એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત જે પણ મતદાર ચુંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાન કરેલ આંગળી દર્શાવે તેને મફતમાં શેવિંગ કરી આપવામાં આવી હતી. મતદારો પણ હોંશે હોંશે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સલૂન માલિક દ્વારા આપવામાં આવેલી આ ઓફરનો લાભ લેતા જોવા મળ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -