લાલગેટ વિસ્તારમાં આવેલા રાની તળાવ ખાતે મોડી રાત્રે મહિલાની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. બીડી પીધા બાદ ફેંકવા બાબતે મહિલાએ યુવકને ઠપકો આપતા ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે શહેરના સૈયદપુરા વિસ્તારના રાની તળાવ માછીવાડ ખાતે રહેતા અનિતાબેન સરવૈયાએ પાડોશમાં રહેતા પક્કી ઉર્ફે નારાયણ નામના યુવકને બીડી પીધા બાદ ફેંકવા અંગે ઠપકો આપ્યો હતો. ઠપકો આપતા અનિતાબેન અને યુવક વચ્ચે સૌ પ્રથમ સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે, ઉશ્કેરાયેલા યુવકે ઘરમાંથી ચપ્પુ લાવી અનિતાબેનના પેટ અને પીઠના ભાગે ઘા ઝીંકી દીધા હતા.જેના કારણે અનિતાબેન જમીન પર ઢળી પડ્યા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણકારી મળતા લાલગેટ પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. હત્યારા પક્કી ઉર્ફે નારાયણને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -