નવસારી : યુવતીને જાહેરમાં માર મારતો વીડિયો વાયરલ

admin
1 Min Read

નવસારી પંથકમાં હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેટલીક મહિલા અને પુરૂષો મળીને એક યુવતીને માર મારી રહ્યાં છે. આ વીડિયો નવસારીનાં ધારાગીરી વિસ્તારનું હોવાનું સામે આવ્યું છે. આ લોકોનો આરોપ છે કે આ યુવતીએ બે યુવકો સાથે મળીને બે દિવસ પહેલા તેમના વિસ્તારમાં તેમની પર હુમલો કરાવ્યો હતો.આ મામલે મળતી માહિતી પ્રમાણે આ વીડિયો બે દિવસ પહેલાનો માનવામાં આવી રહ્યો છે. નવસારીનાં ધારાગીરી વિસ્તારનો વીડિયો હોવાનું સામે આવ્યું છે. નવસારીનાં કબીલપુર વિસ્તારમાં આ યુવતીનાં પ્રેમીએ ધારદાર હથિયારો સાથે આખા વિસ્તારને બાનમાં લીધો હતો. જેનો આ લોકો બદલો લઇ રહ્યાં છે.આ અંગે નવસારીનાં એસપી, ડૉ. ગીરીશ પંડ્યાએ જણાવ્યું કે, ‘આ વીડિયોમાં જે યુવતીને માર મારવામાં આવે છે તે અંગેની ફરિયાદ લેવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. આ બનાવની વાત કરીએ તો આ યુવતીની ભૂતકાળમાં મર્ડરનાં ગુનામાં સંડોવણી સામે આવી હતી. આ ઉપરાંત સાથે જેલમાં રહી આવેલો ધર્મેશ બંન્નેની હુમલામાં સંડોવણી દેખાઇ આવે છે. બે દિવસ પહેલા આ યુવતી જેમની સાથે રહેતી હતી તેની પર હુમલો કરવા માટે ધર્મેશને બોલાવે છે. ધર્મેશની સાથે અન્ય એક યુવકની પણ હુમલો કરવામાં સંડોવણી છે. હાલ પોલીસે આ યુવતી, ધર્મેશ અને અન્ય એક યુવકની અટક કરી છે. ‘

 

Share This Article