ડભોઇ વિધાન સભા વિસ્તારના વિકાસના કામોને વેગ આપવા ડભોઇ ધારા સભ્ય શૈલેષભાઈ મહેતાના સતત પ્રયત્નોને પગલે ચાલુ સાલ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 10 કામોને બહાલી માડી હોય જેમાના તાલુકાનાં મોસમપૂરાથી કુંઢેલા 2 કી.મી.નો રસ્તો રૂ. 51 લાખ અને સુરતી પૂરાથી બોડેલી મુખ્ય હાઇવે સુધી 2 કી.મી.નો રસ્તો રૂ. 60 લાખના ખર્ચે બનાવવામાં આવવાનો છે. જેના મતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.