અમરેલી : હોમગાર્ડ રેન્કમાં ઉતીર્ણ થનાર સભ્યોનું સન્માન કરાયું

admin
1 Min Read

અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના ડેડાણમાં હોમગાર્ડ યૂનીટમાં રેન્ક ટેસ્ટમાં ઉતીર્ણ થનાર સભ્યોને રેન્ક ધારણ કરવા અમરધામ આશ્રમ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા હોમ ગાર્ડ કચેરી અમરેલી દ્વારા સપ્ટે-૨૦૧૯માં લેવાયેલ એન.સી.ઓ. રેન્ક ટેસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ડેડાણ યુનિટના ઉતીર્ણ થનાર સભ્યોને રેન્ક ધારણ કરવા એક કાર્યક્રમનું આયોજન અમરધામ આશ્રમ પરમ પૂજ્ય દ્રેવેન્દ્ર દાસ બાપુના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કમાન્ડન્ટ અશોક જોષી સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એન.સી.ઓ.ને યુનિટ તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સબ ઇન્સ્પે. જે.ટી.ખુમાણ અને યુનિટના તમામ એન.સી.ઓ. સભ્યો હાજર રહ્યા હતા.

 

Share This Article