અમરેલી : બગસરાના લૂંઘીયા ગામે દારમાંથી અચાનક ફુવારો છૂટ્યો

admin
1 Min Read

ખેડૂતો દ્વારા જમીનમાં ઘણા ઊંડે સુધી દાર કરવા છતાં પાણી મળતું નથી. પરંતુ અમરેલીના બગસરાના લૂંઘીયા ગામે અચાનક એક દરમાંથી ફુવારો છુટવા લાગ્યો હતો. આ ફુવારો આશરે 20 ફૂટ ઉંચો ઉડ્યો હતો. ત્યારે મોટા પ્રમાણમાં જમીનમાંથી પાણીનો ફુવારો છૂટતા લૂંઘીયા વિસ્તારમાં ખુશી છવાઈ હતી. ખેડૂતોને પાણી મળી રહે અને પાણીની તંગી દૂર થશે તેવું ગ્રામજનોને લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બગસરા લૂંઘીયા ગામે દારમાંથી અચાનક ફુવારો છૂટ્યો હતો જેને જોતા લોકો અચરજ પામી બેઠા હતા. ખેડૂતની વાડીમાં આ પ્રકારની ઘટના બનતા ત્યાં હાજર લોકોએ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો અને હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ખેડૂતો દ્વારા ખેતી માટે પાણી લાવવા અનેક ખેતરોમાં આવા દાર બનાવવામાં આવે છે. જેના કારણે ખેડૂતોને જમીનમાં રહેલું પાણી મળી રહે છે અને ખેડૂતો ખતી કરી શકે છે.

Share This Article