ડભોઇ શિનોર ચોકડી ખાતે વડોદરા ગ્રામ્ય જીલ્લા ટ્રાફીક સલાહકાર સમિતિના ઉપક્રમે ટ્રાફીક અવેરનેશ નિમિત્તે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ, સીટબેલ્ટ, સહિતના ટ્રાફીક નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થીત રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા વધુ થતાં અકસ્માતોને ધ્યાનમાં લઈ ટ્રાફીકના કાયદા અને નિયમોને કડક બનાવતા આગામી સમયમાં વાહન ચાલકો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. હેલ્મેટ, સીટબેલ્ટ, પિયુસી. લાયસન્સ, આર.સી.બુક જેવા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા જરૂરી છે. તેમજ ટ્રાફીકના નિયમોનું પાલન કરવું પણ એટલું જ મહત્વનું છે. ડભોઇ નગરજનોમાં આ વિષે જાગૃતતા આવે તે હેતુ સાથે વડોદરા ગ્રામ્ય જીલ્લા ટ્રાફીક સલાહકાર સમિતિના વી.જે શાહ દ્વારા ટ્રાફીક અવેરનેશનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
