દારૂના રવાડે ચડી કેટલાયે પરિવારો બરબાદ થઇ રહ્યા છે. જ્યારે કેટલીયે સુહાગનોના સેંથીના સિંદુર દારૂના દુષણનો ભોગ બની ભુંસાઇ રહ્યા છે. ત્યારે સાંપ્રત શિક્ષિત યુવાવર્ગ દારૂબંધી સામે જાગૃત થઇ દારૂ કાયમ માટે બંધ થાય એ માટે જાગૃત થઇ રહ્યો છે. જે અંતર્ગત કરજણ તાલુકાના નવી જીથરડી ગામ ખાતે ગામના યુવાનો દ્વારા કાયમી દારૂબંધી માટે યોજાયેલી ગ્રામસભામાં ગામના સરપંચ તથા તલાટીને લેખિત અરજી આપી દારુ સદંતર બંધ કરાવવા માટે માંગ કરી હતી. નવી જીથરડી ગામમાં દારૂ વેચાય છે. ગામનું યુવાધન દારૂના રવાડે ચડી બરબાદ થવા લાગતા અને ગામની માતા – બહેનો વિધવા થવા લાગતા નવી જીથરડી ગામના યુવા મિત્રો અને વડીલોએ ગામમાં કાયમી દારૂબંધ કરાવવા માટે ગ્રામસભામાં ગ્રામપંચાયતના તલાટી અને સરપંચને લેખિતમાં અરજી આપી દારૂ બંધ કરાવવા માટે ઝુંબેશ ઉઠાવી છે. અને જો ગામમાં બે દિવસની અંદર દારૂબંધ નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ ગ્રામજનો રજુઆત કરવાનું પણ અરજીમાં જણાવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
