14 અને 15 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

admin
2 Min Read

હવામાન વિભાગ દ્વારા 14 અને 15 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરિસ્સા અને બંગાળ તરફ જઈ રહેલા લો પ્રેશરને કારણે આ પરિસ્થિત સર્જાઈ છે. આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 84% વરસાદ થઈ ગયો છે. સતત એક અઠવાડીયા સુધી રાજ્યને ધમરોળ્યા બાદ હાલ વરસાદે વિરામ લીધો છે. જો કે હવે ફરીવાર મેઘરાજા ગુજરાત પર મહેરબાન થવાની તૈયારીઓ કરી રહ્યા છે. રાજ્યના હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઓડીશા અને બંગાળ પર દરિયામાં બનેલું લો પ્રેશર હાલ આગળ વધી રહ્યું છે. જેને પગલે આગામી 14 અને 15 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Ahmedabad: A flooded road after heavy rains in Ahmedabad on Wednesday. PTI Photo (PTI7_30_2014_000088A)

ખાસ કરીને 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. હાલ નદી-નાળાઓ છલકાયા હોવાથી જો ફરી ભારે વરસાદ પડશે તો રાજ્યમાં પૂરનું સંકટ ઉભું થઈ શકે છે. ત્તર ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડશે. આગામી 3 દિવસ દરમ્યાન માછીમારો ને દરિયો ના ખેડવા સૂચના આપવામા આવી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.ગત વર્ષે 12 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 462 મિમી વરસાદ પડ્યો હતો જેની સામે આ વર્ષે 685 મિમી વરસાદ પડી ચૂક્યો છે. 

Share This Article