જોવા મળી જન્નત એ કાશ્મીરની એક ઝલક

admin
1 Min Read

ભારત તરફથી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 37૦ રદ થયા પછી 73માં સ્વતંત્રતા દિવસના ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે રિહર્સલની તૈયારી ચાલી રહી છે. કેન્દ્ર દ્વારા લીધેલા આ નિર્ણય બાદ હવે રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદાખમાં વહેંચવામાં આવ્યા છે. હાલમાં જ કલમ 370 હટાવ્યાં બાદ રોજ કાશ્મીરની નવી નવી વાતો સાંભળવા મળે છે. એવામાં કાશ્મીરમાંથી શેર એ કાશ્મીર સ્ટેડિયમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ત્યાનાં લોકો 15 ઓગસ્ટની તૈયારી કરી રહ્યા છે. તેમાં સૈનિકો પોતાની રિર્હસલ કરી રહ્યાં છે અને બાકીનાં લોકો પણ સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી કરી રહ્યાં છે.

15 ઓગસ્ટે આ લોકોનું પરફોર્મન્સ ખરેખર જોવા જેવું છે. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાનીવાળી સરકારે કહ્યું છે કે તે લાલ ચોક અને આખા જમ્મુ-કાશ્મીરમાં ત્રિરંગો લહેરાવશે. કંસલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના તમામ જિલ્લાઓમાં ડ્રેસ રિહર્સલ ચાલી રહ્યા છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી ભવ્ય રીતે ઉજવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં ઈદની ઉજવણી મોટા પ્રમાણમાં શાંતિપૂર્ણ રહી હતી.

Share This Article