Fashion News: આ રીતે મસ્કરાથી આંખોને મારકણી બનાવો, જાણો લેતી વખતે શું ધ્યાન રાખશો

admin
2 Min Read

Tips to apply perfect Mascara: મસ્કરા આંખોની ખૂબસુરતી વધારવાનું કામ કરે છે. મેક અપ બહુ સારો કરો અને મસ્કરા ના લગાવો તો ફેસને પરફેક્ટ લુક મળતો નથી. આ માટે મસ્કરા લગાવવી ખૂબ જરૂરી છે. પરંતુ મસ્કરા લેતી વખતે શું ધ્યાન રાખવુ અને મારકણી આંખો માટે કેવી રીતે મસ્કરા લગાવવી જોઇએ એ જાણવુ ખૂબ જરૂરી છે. તમે સાચી રીતે મસ્કરા એપ્લાય કરતા નથી તો ફેસ ખરાબ લાગે છે અને આંખો સારી લાગતી નથી. તો જાણો મસ્કરા લેતી વખતે અને લગાવતી વખતે ખાસ કરીને કઇ-કઇ બાબતોનું ધ્યાન રાખશો.

આ ટિપ્સથી મસ્કરા લગાવો

બ્યુટી એક્સપર્ટનું કહેવુ છે કે જે મહિલાઓ દરરોજ મસ્કરાનો ઉપયોગ કરે છે એમને વોટરપ્રુફ મસ્કરા લગાવવી જોઇએ. આનાથી આંખોને અને પાંપણનો નુકસાન ઓછુ થાય છે. આ સાથે તમે પાંપણ લાંબી અને ભરાવદાર દેખાય એવું ઇચ્છો છો તો ખાસ કરીને ક્લિયર અને ટ્રાન્સપેરેન્ટ મસ્કારનો ઉપયોગ કરો. આ પાંપણોને સારો શેપ આપવાનું કામ કરે છે. તમને મસ્કરા લગાવવાથી સ્કિન અને આંખોમાં એલર્જી થાય છે તો તમે યુઝ કરવાનું બંધ કરી દો. આ માટે તમારે સ્કિનના ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.

મસ્કરા લેતી વખતે આ ધ્યાન રાખો

બજારમાંથી તમે મસ્કરા ખરીદો છો તો ખાસ કરીને નાની-નાની બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. જ્યારે તમે મસ્કરા ખરીદો ત્યારે લિક્વિડ અને પેન્સિલમાંથી લિક્વિડ મસ્કરા લેવાનું રાખો. ખરીદતી વખતે ધ્યાન રાખો કે એ અંદરથી સુકાયેલી ના હોય. આ સાથે જૂનો સ્ટોક નથી ને એ વિશે જાણી લો.

તમે જ્યારે પણ મસ્કરા લગાવો ત્યારે ખાસ કરીને બ્રશને અંદર-બહાર કરશો નહીં. આમ કરવાથી બોટલમાં હવા ભરાઇ શકે છે. મસ્કરા ડ્રાય થઇને ખરાબ થઇ શકે છે. મસ્કારને 5 થી 6 મહિનામાં બદલતા રહો.

મસ્કરા ખરીદતી વખતે વાંચી લો કે એ બહુ જૂની નથી ને. જૂની મસ્કરા લેવાનું ટાળો. આ સાથે ખાસ એ જાણી લો કે બહુ કેમિકલ વાળી છે કે નહીં. વધારે કેમિકલ વાળી મસ્કરાથી આંખો અને પાંપણોને અનેક ઘણું નુકસાન થાય છે.

The post Fashion News: આ રીતે મસ્કરાથી આંખોને મારકણી બનાવો, જાણો લેતી વખતે શું ધ્યાન રાખશો appeared first on The Squirrel.

Share This Article